અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં બુધવારે (5 ઓગસ્ટ) સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વેંકુઠધામ મંદિર નજીક પસાર થઈ રહેલી મોપેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વાહનની પાછળ જોરદાર રીતે અથડાતા મોપેડ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.પ્રાથમિક માહિતી મુજબ, મોપેડ ચાલક અચાનક કાબૂ ગુમાવતા આગળ રહેલા AMCના વાહનની પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે ચાલક રોડ પર પટકાતા તેના માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે.ઘટનાની જાણ થતાં દાણીલીમડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે અકસ્માત સમયે AMCનું વાહન રોડની સાઇડમાં પાર્ક કરેલું હતું કે ચાલતી સ્થિતિમાં હતું. ઉપરાંત અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ પણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે