ચાલુ ટ્રેનમાંથી મોબાઇલ ખેંચ્યો, મુસાફરનું ટ્રેક પર પટકાઈ મોત

અંકલેશ્વર: પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઇલ સ્નેચિંગની ઘટનામાં મુસાફરનું કરૂણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ટ્રેનના દરવાજા પાસે બેઠેલા મુસાફરનો મોબાઇલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોબાઇલ ખેંચાતા મુસાફરનું સંતુલન બગડ્યું અને તે ટ્રેક પર પટકાયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ, મુસાફર ટ્રેનના દરવાજા પાસે બેઠો હતો. આ દરમિયાન પાનોલી રેલવે સ્ટેશન નજીક પ્લેટફોર્મ પાસે બાકડા પર બેઠેલા એક શખ્સે ચાલુ ટ્રેનમાંથી મુસાફરનો મોબાઇલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. મોબાઇલ ખેંચવામાં આવતા મુસાફર ટ્રેનમાંથી નીચે પટકાયો હતો.ટ્રેક પર પડ્યા બાદ મુસાફર આશરે 100 મીટર સુધી ઢસડાયો હોવાની વિગતો સામે આવી છે. ગંભીર ઈજાઓને કારણે તેનું મોત થયું હતું.ઘટનાને લઈને રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ, પાનોલી રેલવે સ્ટેશન પર બાકડા પર સૂતેલા શંકાસ્પદ શખ્સે મોબાઇલ સ્નેચિંગ કર્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે આરોપીની ઓળખ અને ધરપકડ માટે તપાસ હાથ ધરી છે.ચાલુ ટ્રેનમાંથી મોબાઇલ ઝૂંટવવાની આ ઘટનાને પગલે મુસાફરોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. રેલવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો