સરકારી ડાયવર્ઝન ધોવાઈ જતા 30-40 કિમીનો ફેરો, શિહોદના ગ્રામજનોએ એક જ રાતમાં બનાવ્યું જનતા ડાયવર્ઝન

પાવીજેતપુર: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના શિહોદ ગામે ગ્રામજનોની એકતા અને સ્વયંસેવાની અનોખી મિસાલ સામે આવી છે. ભારજ નદી ઉપર બનાવવામાં આવેલું સરકારી ડાયવર્ઝન વરસાદના કારણે ધોવાઈ જતાં આસપાસના અનેક ગામોના લોકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રસ્તો બંધ થતાં વાહનચાલકોને અંદાજે 30થી 40 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવાની ફરજ પડી રહી હતી.પાવીજેતપુર તાલુકાના શિહોદ ગામ નજીક ભારજ નદી ઉપર વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહે તે માટે સરકારી તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જોકે, ચોમાસાની શરૂઆતમાં જ પડેલા વરસાદના કારણે સરકારી ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. ડાયવર્ઝનનો મોટો ભાગ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં વાહન વ્યવહાર બંધ થયો હતો સરકારી ડાયવર્ઝન ધોવાઈ જતાં શિહોદ, શિથોલ સહિત આસપાસના ચારથી પાંચ ગામોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને નાના વાહનો, બાઈક, ટ્રેક્ટર તેમજ અન્ય સ્થાનિક વાહનો માટે અવરજવર મુશ્કેલ બની હતી. મુખ્ય માર્ગ પરનો સીધો રસ્તો બંધ થતાં વાહનચાલકોને અન્ય માર્ગે જવું પડતું હતું, જેના કારણે તેમને 30થી 40 કિલોમીટર જેટલો વધારાનો ફેરો ફરવો પડતો હતો.ગ્રામજનોએ તંત્રની રાહ જોયા વગર ઉકેલ લાવ્યોરસ્તાની સમસ્યાના કારણે ગ્રામજનોમાં મુશ્કેલી વધી રહી હતી. રોજિંદા કામકાજ માટે અવરજવર કરતા લોકો, ખેડૂતો તેમજ નાના વાહનચાલકોને સમય અને ઈંધણ બંનેનો વધારાનો ખર્ચ કરવો પડતો હતો. આવી સ્થિતિમાં શિહોદ, શિથોલ સહિત આસપાસના ચારથી પાંચ ગામના ગ્રામજનોએ એકત્ર થઈને સમસ્યાનો કાયમી નહીં પરંતુ તાત્કાલિક ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો.ગ્રામજનોએ એકબીજાના સહકારથી માત્ર એક જ રાતમાં જનતા ડાયવર્ઝન તૈયાર કરી દીધું. ગ્રામજનોએ જરૂરી સામગ્રી અને સાધનોની મદદથી રસ્તો તૈયાર કરી વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવ્યો હતો. ગ્રામજનોની આ કામગીરીથી હવે નાના વાહનચાલકોને ખાસ્સી રાહત મળી છે.વાહન વ્યવહાર ફરી શરૂ થતાં રાહતજનતા ડાયવર્ઝન તૈયાર થયા બાદ આ માર્ગ પરથી વાહન વ્યવહાર ફરી શરૂ થયો છે. અગાઉ જે વાહનચાલકોને 30થી 40 કિલોમીટરનો ફેરો ફરવો પડતો હતો, તેમને હવે સીધા માર્ગ પરથી પસાર થવાની સુવિધા મળી છે. ખાસ કરીને સ્થાનિક ગ્રામજનો માટે આ ડાયવર્ઝન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.નાના વાહનચાલકોને સૌથી વધુ રાહત મળી છે. બાઈક, રિક્ષા, ટ્રેક્ટર સહિતના વાહનો હવે આ ડાયવર્ઝન પરથી પસાર થઈ શકતા હોવાથી રોજિંદી અવરજવર સરળ બની છે. રસ્તો શરૂ થતાં વાહનચાલકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.ગ્રામજનોની એકતાની ચર્ચાસરકારી ડાયવર્ઝન વરસાદમાં ધોવાઈ ગયા બાદ સમસ્યાના ઉકેલ માટે તંત્રની રાહ જોવાને બદલે ગ્રામજનોએ પોતાની રીતે આગળ આવીને રસ્તો તૈયાર કર્યો છે. એક જ રાતમાં ચારથી પાંચ ગામના લોકો ભેગા થઈને ડાયવર્ઝન તૈયાર કરે તે ગ્રામજનોની એકતા અને સહકારનું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.જોકે, આ જનતા ડાયવર્ઝન હાલ સ્થાનિક લોકો માટે રાહતરૂપ બન્યું છે, પરંતુ ચોમાસા દરમિયાન ભારજ નદીમાં પાણીનું સ્તર વધે ત્યારે ડાયવર્ઝન ફરી ધોવાઈ ન જાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં આવે તેવી પણ સ્થાનિકોમાં માંગ છે. હાલ જનતા ડાયવર્ઝન બનતા લોકો માટે અવરજવર સરળ બની છે અને વાહન વ્યવહાર ફરી શરૂ થતાં વાહનચાલકોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો