છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની કારનો અકસ્માત, કલેકટર અને સિક્યુરિટીનો આબાદ બચાવ

પાવીજેતપુર : છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની ઇનોવા કારને પાવીજેતપુર અને દેવલીયા ગામ વચ્ચે અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે જયારે અકસ્માતના બનાવમાં કલેકટર અને તેમના સિક્યુરિટીનો આબાદ બચાવ થયો હતો જયારે કલેકટરની કારના ચાલકને ઇજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો મળતી માહિતી મુજબ , છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન પોતાની ઇનોવા કારમાં બોડેલી નવ જીવન હાઈસ્કૂલ ખાતે એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પાવીજેતપુર અને દેવલીયા ગામની વચ્ચે ઇનોવા કાર અને બોલેરો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્મત સમયે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન તેમજ તેમની સાથે રહેલા સિક્યુરિટી સ્ટાફનો આબાદ બચાવ થયો હતો. જોકે, અકસ્માતમાં જિલ્લા કલેકટરની ઇનોવા કારના ચાલકને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં પાવીજેતપુર પોલીસ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને અકસ્માત સર્જનાર બોલેરો કારના ચાલકને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. જયારે આ અકસ્માતના બનાવમાં બન્ને કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો