જામનગર રોડ પર 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, રિક્ષાચાલકની ધરપકડ

જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાડોશમાં રહેતા રિક્ષાચાલકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 15 વર્ષની સગીરા પાડોશમાં રહેતા રિક્ષાચાલકના સંપર્કમાં આવી હતી. આરોપીએ સગીરાને વિશ્વાસમાં લઈ પોતાના ઘરે બોલાવી તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.દરમિયાન સગીરાના શરીરમાં ફેરફાર જણાતા પરિવારને શંકા ગઈ હતી. તબીબી તપાસ કરાવવામાં આવતા સગીરા આશરે પાંચ મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પીઆઈ એચ.એન. ગઢવીની આગેવાની હેઠળની ટીમે તપાસ દરમિયાન આરોપી રિક્ષાચાલકને ઝડપી પાડ્યો છે.પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સગીરાની સુરક્ષા અને કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો