સાબરકાંઠાના હિંમતનગર સહિત અનેક પંથકમાં વરસાદી માહોલ

સાબરકાંઠા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.હિંમતનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વડાલી શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો.ખેડબ્રહ્મા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે વિજયનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ રાજસ્થાન સરહદ નજીકના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ ભીંજાયા હતા.પોશીના પંથકમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી વ્યાપી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો