ESIC લાભાર્થી શ્રમિકો માટે આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે

રાજ્યના શ્રમિક પરિવારોને વધુ સારી, ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ-ગુજરાત (ESIC) દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તેમજ તેમના આશ્રિત લાભાર્થીઓને ટર્સરી કેર અને સુપર સ્પેશિયાલિટી સારવાર સરળતાથી મળી રહે તે માટે રાજ્યની 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.આ પહેલના પગલે ESICના લાભાર્થીઓને ગંભીર અને જટિલ બીમારીઓની સારવાર માટે વધુ સુવિધા મળશે. હૃદયરોગ, કેન્સર, કિડની સહિત વિવિધ ગંભીર રોગોની ઉચ્ચસ્તરીય સારવાર માટે અગ્રણી તબીબી સંસ્થાઓમાં સેવાઓ ઉપલબ્ધ બનશે.અગ્રણી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશઆ આરોગ્ય નેટવર્કમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જીએમઇઆરએસ હૉસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર તથા એઇમ્સ રાજકોટ જેવી અગ્રણી સંસ્થાઓનો સમાવેશ થાય છે.આ સંસ્થાઓ સાથેના MoUથી ESIC હેઠળ આવતા શ્રમિકો અને તેમના પરિવારજનોને જરૂરીયાત મુજબ ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર મેળવવામાં સરળતા રહેશે. ખાસ કરીને એવી સારવાર, જે સામાન્ય આરોગ્ય કેન્દ્રો અથવા સામાન્ય હોસ્પિટલોમાં ઉપલબ્ધ ન હોય, તેવા કિસ્સાઓમાં ટર્સરી કેર અને સુપર સ્પેશિયાલિટી સેવાઓનો લાભ મળી શકશે.વધુ 45 હોસ્પિટલ સાથે MoUની પ્રક્રિયાઆ પહેલને વધુ વ્યાપક બનાવવા માટે સમગ્ર ગુજરાતમાં વધુ 45 હૉસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoU કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ESICના વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિતોને ટર્સરી કેર અને સુપર સ્પેશિયાલિટી સારવારની સુવિધા વધુ સરળતાથી ઉપલબ્ધ થશે.સરકારી ભંડોળના યોગ્ય ઉપયોગ પર ભારESIC અંતર્ગત ઉપલબ્ધ સરકારી ભંડોળનો ઉપયોગ માત્ર શ્રમિકોના હિત અને કલ્યાણ માટે જ યોગ્ય રીતે થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. યોજનાના અમલીકરણ દરમિયાન કોઈપણ સ્તરે દુરુપયોગ ન થાય અને લાભાર્થી શ્રમિકોને પારદર્શક રીતે સારવારનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.આ પહેલથી રાજ્યના શ્રમિક પરિવારોને ગંભીર બીમારીઓની સારવાર માટે વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળશે અને ગુણવત્તાસભર તબીબી સારવાર સુધી તેમની પહોંચ વધુ સરળ બનશે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો