વડોદરા: વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં બેંક ઓફ બરોડાના ATMમાં તોડફોડ કરી રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ઘટનાના અનુસંધાનમાં પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ ચલાવી બંને આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ મુજબ 29 જુલાઈની વહેલી સવારે આશરે 3:20 વાગ્યે બંને આરોપીઓ અનગઢ ગામ સ્થિત બેંક ઓફ બરોડાના ATMમાં ઘૂસ્યા હતા અને હથોડાની મદદથી ATM તોડી રોકડ રકમ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઉપર આવેલી હોસ્પિટલના સ્ટાફને અવાજ સંભળાતા તેઓ જાગી ગયા હતા. ત્યારબાદ ATMનું સાયરન વાગી ઊઠતાં બંને આરોપીઓ ગભરાઈ રિક્ષામાં બેસી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે સતત તપાસ બાદ નરસિંહપુરા (તા. પાદરા)ના સુરેશ કાંતિભાઈ પઢીયાર અને સંજય રાવજીભાઈ પઢીયારને રાત્રિ બજાર વિસ્તાર પાસેથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ATM તોડવામાં ઉપયોગમાં લેવાયેલ હથોડો પણ કબજે કરવામાં આવ્યો છે. બંનેએ પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નંદેસરી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે