બોડેલી પોલીસની સરાહનીય કામગીરી: CEIR પોર્ટલથી ₹1.22 લાખના પાંચ ગુમ થયેલા મોબાઇલ માલિકોને પરત મળ્યા

બોડેલી : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસને સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલના અસરકારક ઉપયોગથી મોટી સફળતા મળી છે. પોલીસે કુલ ₹1,22,497 કિંમતના પાંચ ગુમ થયેલા અને ચોરાયેલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે.કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા CEIR (Central Equipment Identity Register) પોર્ટલના ઉપયોગથી આ કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ પોર્ટલનો મુખ્ય હેતુ ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઇલ ફોનને ટ્રેક કરી શોધી કાઢવાનો તેમજ તેનો દુરુપયોગ અટકાવવાનો છે.આ સમગ્ર કામગીરી વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક, છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક આઈ. જે. શેખ તથા બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એસ. બરંડાના નેતૃત્વ હેઠળની ટીમે વિવિધ ટેક્નિકલ માધ્યમો અને તપાસના આધારે પાંચ મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.પરત આપવામાં આવેલા મોબાઇલ ફોનના માલિકોમાં અજયભાઈ બાબુભાઈ (અલીખેરવા), અજયભાઈ નકુમ (જામનગર), કિરણભાઈ નગીનભાઈ તડવી (માંડવી), ભરતભાઈ મહેન્દ્રભાઈ રાઠવા (ખાટીયાવાંટ) અને વિશાલભાઈ બબુભાઈ કાંગી (સુંદરપુરા) નો સમાવેશ થાય છે.પોતાના ગુમ થયેલા મોબાઇલ ફોન પરત મળતા તમામ અરજદારોએ બોડેલી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બોડેલી પોલીસે જણાવ્યું હતું કે આધુનિક ટેક્નોલોજી અને CEIR પોર્ટલના ઉપયોગથી ગુમ થયેલા મોબાઇલ ઝડપથી શોધી શકાય છે. તેથી મોબાઇલ ગુમ થાય અથવા ચોરી થાય તો નાગરિકોએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી CEIR પોર્ટલ પર નોંધણી કરાવવી જોઈએ.બોડેલી પોલીસની આ સફળ કામગીરીએ ફરી એકવાર “પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્રને સાર્થક કર્યું છે અને ટેક્નોલોજીના ઉપયોગથી લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો