કમલાપુરાની સોસાયટીમાં ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ, 7 શખ્સો ઝડપાયા

વડોદરા: વાઘોડિયા તાલુકાના કમલાપુરા ગામની સિદ્ધિ વિનાયક હોમ્સ સોસાયટીમાં મકાન ભાડે રાખી ઓનલાઈન જુગાર ચલાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. જિલ્લા LCBની ટીમે મળેલી બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડી કુલ 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસે દરોડા દરમિયાન મકાનમાંથી 3 લેપટોપ, 11 મોબાઈલ ફોન, રોકડ રકમ, વાઇફાઇ રાઉટર અને એક કાર સહિત કુલ રૂ.7.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસ તપાસમાં લેપટોપમાં ઓનલાઈન જુગારની આઈડી ખુલ્લી મળી આવી હતી. કેટલાક લેપટોપમાં ગ્રાહકોના એકાઉન્ટ, જમા થયેલી રકમ તેમજ પ્રોફિટ-લોસની વિગતો પણ મળી આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ, રાજેશ ઉર્ફે રાજુ અમરત વિહોલે મકાન ભાડે રાખ્યું હતું અને આશરે રૂ.25 હજારના પગાર પર ઓપરેટરો રાખી ઓનલાઈન જુગારનું સંચાલન કરાવતો હતો.આ કેસમાં રાજેશ ઉર્ફે રાજુ અમરત વિહોલ, નિર્મલ અનિલ પટેલ, નિકુંજ દેવેન્દ્ર પટેલ, સંજયસિંગ ચંદનસિંગ કછવાહા, રોહીત રમેશ પ્રજાપતિ, રાકેશ ગોરધન મેતલીયા અને ગ્યાનસિંગ રામચરણ શર્મા સહિત કુલ 7 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓનલાઈન જુગારનું નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો