બોડેલીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે બોડેલી નગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજના સન્માન અને લોકોમાં દેશભક્તિ તથા રાષ્ટ્રગૌરવની ભાવના વધુ પ્રબળ બને તે હેતુથી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જિંદાલ કોમ્પ્લેક્સ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા અલીપુરા ચોકડી થઈને સેવા સદન ખાતે પરત ફરી હતી. તિરંગા યાત્રામાં પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ , નાયબ જીલ્લા પોલીસ વડા હર્ષ શર્મા , બોડેલી પી આઈ પ્રિયાંક બરંડા સહિત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

આ ઉપરાંત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, વેપારી વર્ગ તેમજ વિવિધ સમાજ અને ધર્મના આગેવાનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.અને
સમગ્ર યાત્રા દરમિયાન ગુંજતા દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગાથી બોડેલી નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો