સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની ભારે આવક થતાં ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 134 મીટરને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 63 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.08 મીટરે પહોંચી છે અને ડેમમાં પાણીનો જીવંત સંગ્રહ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 1,57,219 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. પાણીની ભારે આવકને પગલે નર્મદા ડેમની સપાટી ઝડપથી વધી રહી છે.હાલ નર્મદા ડેમની સપાટી 134.08 મીટર પર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે ચાલુ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 134 મીટરને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 63 સેન્ટિમીટરનો નોંધપાત્ર વધારો નોંધાયો છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમ 89 ટકા જેટલો ભરાઈ ગયો છે, ત્યારે ડેમમાં પાણીનો જીવંત સંગ્રહ 8884.84 મિલિયન ક્યુબિક મીટર એટલે કે MCM નોંધાયો છે.ઉપરવાસમાંથી આવી રહેલી સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમની સપાટીમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. નર્મદા ડેમમાં પાણીની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.ચોમાસાની સિઝનમાં નર્મદા ડેમની સપાટી 134 મીટરને પાર પહોંચતા પાણીની ઉપલબ્ધતાની દૃષ્ટિએ આ મહત્વપૂર્ણ સ્થિતિ બની છે. ડેમમાં 89 ટકા પાણીનો સંગ્રહ થઈ જતા નર્મદા આધારિત વિસ્તારો માટે પણ આ રાહતના સમાચાર છે.
ઉપરવાસમાંથી 1,57,219 ક્યુસેક પાણીની આવક
નર્મદા ડેમની સપાટી 134.08 મીટરે પહોંચી
ચાલુ સિઝનમાં પ્રથમવાર સપાટી 134 મીટરને પાર
24 કલાકમાં 63 સેન્ટિમીટરનો વધારો
નર્મદા ડેમ 89 ટકા ભરાયો
ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર
જીવંત પાણીનો સંગ્રહ 8884.84
પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં સતત વધારો

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે