અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત: આઇસરનું ટાયર ફાટતાં પાછળથી કાર અથડાઈ, બે ઈજાગ્રસ્ત

અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર ઇસ્કોન બ્રિજ ખાતે બુધવારે, 12 ઓગસ્ટે અકસ્માતની ઘટના સામે આવી છે. આઇસર ગાડીનું ટાયર અચાનક ફાટતાં ચાલકે ગાડીને રસ્તા પર જ રોકવી પડી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી કાર આઇસર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ, કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતાં ઇસ્કોન બ્રિજ પર આઇસર ગાડીનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટ્યા બાદ આઇસર રોડ પર ઉભી હતી. તે સમયે પાછળથી આવેલી કાર ધડાકાભેર આઇસર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારને નુકસાન થયું હતું.અકસ્મતમાં કારમાં સવાર એક યુવક અને મહિલાને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસમાતને પગલે ઇસ્કોન ક્રોસ રોડ ઉપર બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરવા તેમજ અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આઇસર ગાડીમાં આશરે ત્રણ ટન જેટલો માલસામાન ભરેલો હતો. આઇસરનો ચાલક અસલાલી તરફથી માલ ભરીને જોધપુર તરફ જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ટાયર ફાટ્યા બાદ રસ્તા પર ઉભી રહેલી આઇસરને કારણે પાછળથી આવતા વાહનચાલકોને પૂરતી જાણકારી ન મળતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો