વડોદરા ઈ-બસમાં સ્ટોપ સ્વીચ દબાવી રીલ બનાવનાર યુવકે માંગી માફી

વડોદરા શહેરમાં ઈ-બસમાં સ્ટોપ સ્વીચ દબાવી રીલ બનાવવાના મામલે વિવાદ સર્જાયા બાદ રીલ બનાવનાર જયદીપ ઝાલાએ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ માફી માંગી છે. યુવકે અજ્ઞાનતામાં આ પ્રકારની રીલ બનાવી હોવાનું જણાવી તંત્રને માફી આપવા વિનંતી કરી છે. ઈ-બસમાં સ્ટોપ સ્વીચ દબાવી દેવાના કારણે બસમાં એલાર્મ વાગ્યું હતું અને દરવાજો ખુલવાની સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર રીલ મૂકવામાં આવતા ઈ-બસમાં મુસાફરોની સલામતી સામે સવાલો ઊભા થયા હતા. મામલો ધ્યાન પર આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવી પ્રવૃત્તિ ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તંત્રની સૂચના બાદ જયદીપ ઝાલાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી અને અજ્ઞાનતામાં આ રીલ બનાવી હોવાનું જણાવ્યું હતું.
ઈ-બસમાં ઇમરજન્સી અને સલામતી માટે આપવામાં આવેલા સ્વીચનો મનોરંજન કે સોશિયલ મીડિયા રીલ માટે ઉપયોગ ન થાય તે અંગે તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે. આવી પ્રવૃત્તિથી મુસાફરોની સુરક્ષા જોખમાઈ શકે છે તેમજ બસના સંચાલનમાં પણ વિક્ષેપ પડી શકે છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો