ગુજરાતમાં ફરી મેઘમહેર: આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં ચોમાસાના બીજા તબક્કામાં મેઘરાજાએ ફરી જોર પકડ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી સાત દિવસ માટે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વિવિધ હવામાનીય સિસ્ટમ્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.પૂર્વ-મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદના સ્પેલ જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ સક્રિય રહેવાની શક્યતા છે.હવામાન નિષ્ણાતોના વિશ્લેષણ મુજબ એકસાથે અનેક મોસમી પરિબળો સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ વરસી શકે છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો