
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપટેક ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ તથા ઈન્ડસ્ટ્રી લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ અને વન-ટુ-વન બેઠકો યોજી હતી. ગુજરાતને વૈશ્વિક ટેક્નોલોજી અને ઈનોવેશનના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં આ બેઠકોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
100થી વધુ ટેક અને સેમીકંડક્ટર લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશને ટેક્નોલોજી તથા સેમીકંડક્ટર ક્ષેત્રના 100થી વધુ લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી, સંશોધન, ઈનોવેશન અને વૈશ્વિક સપ્લાય ચેઈન સાથે જોડાયેલી સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક અને ગેમિંગ ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓ સાથે પણ અલગ રાઉન્ડ ટેબલ બેઠકો યોજાઈ હતી.
ગુજરાતને માત્ર રોકાણ નહીં, લાંબા ગાળાના ટેક્નોલોજી પાર્ટનર તરીકે અપનાવવા અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૈશ્વિક કંપનીઓને ગુજરાતને માત્ર ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન ઈકોસિસ્ટમ અને ગ્લોબલ સપ્લાય ચેઈનના નિર્માણ માટેના લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અપનાવવા આહવાન કર્યું હતું.તેમણે આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી Vibrant Gujarat Global Summitમાં સહભાગી થવા માટે ઉદ્યોગજગતને આમંત્રણ આપ્યું હતું. સાથે જ B2B અને B2G બેઠકો દ્વારા ગુજરાત સાથે સહયોગની નવી તકો શોધવા પણ અપીલ કરી હતી.
સિલિકોન વેલી અને ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓનો સમન્વય
ટેક્નોલોજી અને સેમીકંડક્ટર ક્ષેત્રના લીડર્સ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સિલિકોન વેલીની ટેક્નોલોજી અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ એકબીજાને પૂરક બની શકે છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં ટેક્નોલોજી કંપનીઓ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ એક્સ્પાન્શન સુધીની સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે.તેમણે વધુમાં જણાવ્યું કે નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી હબની સફળતા માત્ર ઈનોવેશન પર આધારિત નથી. જમીન, વીજળી, કનેક્ટિવિટી, મૂડી, ટેલેન્ટ અને પોલિસી સ્ટેબિલિટી જેવી તમામ સુવિધાઓ એકસાથે ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ગુજરાત આ તમામ ક્ષેત્રોમાં જરૂરી માળખું ઊભું કરીને ટેક્નોલોજી આધારિત રોકાણ માટે તૈયાર છે.
ઉદ્યોગજગતે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કરી પ્રશંસા
બેઠક દરમિયાન ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ ગુજરાતના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી સ્ટેબિલિટી, ઝડપી પરમિશન પ્રક્રિયા અને બિઝનેસ ફ્રેન્ડલી તથા પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી હતી.
AI અને જનરેટિવ AIમાં ગુજરાત માટે નવી તકો
મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશન સાથે AI, હેલ્થ ટેક, એજ્યુકેશન ટેક અને ગેમિંગ ક્ષેત્રના અગ્રણીઓની રાઉન્ડ ટેબલ બેઠકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, જનરેટિવ AI, રોબોટિક્સ, એજ્યુકેશન, હેલ્થ ટેક અને ગેમિંગ ક્ષેત્રમાં ઉભરી રહેલી નવી તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLMs) સહિત જનરેટિવ AIના વધતા ઉપયોગથી એડવર્ટાઈઝિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને એજ્યુકેશનમાં વીડિયો જનરેશન જેવા ક્ષેત્રોમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. આ ટેક્નોલોજીનો ગુજરાતમાં ઉપયોગ, નવીનતા અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટેની સંભાવનાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.
ગેમિંગ અને કોમનવેલ્થ ગેમ્સને લઈને પણ ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઈન્ડસ્ટ્રી લીડર્સે ગેમિંગ સેક્ટરમાં ઉભરી રહેલી નવી તકો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. ગુજરાતમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પ્રોત્સાહક નીતિઓ, ઈનોવેશન અને ઉદ્યોગોની ભાગીદારીને વધુ મજબૂત બનાવીને સુદ્રઢ ઈકોસિસ્ટમ ઊભી કરવા અંગે પણ ફળદાયી ચર્ચા થઈ હતી.
2027 Vibrant Summit માટે વૈશ્વિક કંપનીઓને આમંત્રણ
આ સમગ્ર પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારનો મુખ્ય ફોકસ ટેક્નોલોજી, સેમીકંડક્ટર, AI, હેલ્થ ટેક, એજ્યુકેશન ટેક અને ગેમિંગ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં વૈશ્વિક રોકાણ અને ભાગીદારી વધારવા પર રહ્યો છે. આગામી Vibrant Gujarat Global Summit 2027ને ધ્યાનમાં રાખીને ગુજરાતને વૈશ્વિક ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ સાથે વધુ મજબૂત રીતે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.મુખ્ય સચિવ એમ.કે. દાસ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ પણ પોતાના સંબોધનમાં ગુજરાતની વિકાસયાત્રા, Vibrant Summitની ઉત્તરોત્તર સફળતા અને 2027ના Vibrant Summitના આયોજન અંગે માહિતી આપી હતી.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે