ભાલીયાપુરામાં જુગારધામ પર કપુરાઈ પોલીસનો દરોડો, 9 શખ્સો ઝડપાયા

વડોદરા શહેરના ભાલીયાપુરા ગામમાં ભાથીજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે કપુરાઈ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન જુગાર રમતા કુલ 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, તા. 18 ઓગસ્ટ, 2026ના રોજ કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ભાલીયાપુરા ગામમાં ભાથીજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા થઈ પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે કપુરાઈ પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી, જોકે પોલીસે સ્થળ પરથી 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.12,600 રોકડા, જમીન ઉપરથી રૂ.980 રોકડા, બે મોબાઈલ ફોન કિંમત રૂ.10,000 તથા 52 પત્તા મળી કુલ રૂ.23,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો