ગૌતમ અદાણી પરિવાર સાથે મહુડી જૈન મંદિર પહોંચ્યા, પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા

ગાંધીનગર જિલ્લાના પ્રસિદ્ધ મહુડી જૈન તીર્થધામ ખાતે આજે 19 ઓગસ્ટે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પરિવાર સાથે મુલાકાત લીધી હતી. ગૌતમ અદાણી સાથે તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિ પણ મહુડી પહોંચ્યા હતા. અદાણી પરિવારે મહુડી જૈન મંદિર ખાતે પૂજા-પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવ્યા હતા.આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે શ્વેતાંબર જૈન સમાજમાં પર્યુષણ મહાપર્વની તૈયારીઓ ચાલી રહી છે. વર્ષ 2026માં શ્વેતાંબર પરંપરા મુજબ પર્યુષણ મહાપર્વ 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ 15 સપ્ટેમ્બરે સંવત્સરી સાથે પૂર્ણ થશે. આ સમયગાળો આત્મચિંતન, ઉપવાસ, પ્રતિક્રમણ, આત્મશિસ્ત અને ક્ષમાભાવ માટે વિશેષ મહત્વ ધરાવે છે.ગૌતમ અદાણી માટે મહુડીની આ મુલાકાત ધાર્મિક શ્રદ્ધા ઉપરાંત ‘સેવા’ના વિચાર સાથે જોડાયેલી હોવાનું જણાવાયું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, ગ્રામ વિકાસ, મહિલા સશક્તિકરણ અને સામુદાયિક વિકાસ સહિતના ક્ષેત્રોમાં વિવિધ પહેલ હાથ ધરવામાં આવી રહી છે.અદાણી પરિવારની આ મુલાકાતમાં પ્રાર્થના, શ્રદ્ધા, કૃતજ્ઞતા અને આત્મચિંતનનો સંદેશ જોવા મળ્યો હતો. ‘સેવા હી સાધના હૈ’ના વિચાર સાથે સમાજસેવા અને માનવ કલ્યાણને મહત્વ આપવાની ભાવનાને પણ આ મુલાકાત સાથે જોડવામાં આવી રહી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો