
બોડેલી : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે બોડેલીમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી ભાઈઓનું ઉષ્માભેર સ્વાગત કરી સામાજિક એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.આદિવાસી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ રેલીમાં જોડાયા હતા. ઢોલ-નગારા અને પરંપરાગત વાદ્યોના તાલે રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્વાગત પ્રસંગે આદિવાસી સમાજના ભાઈઓ-બહેનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું તેમજ ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના આ સ્વાગતથી રેલીમાં જોડાયેલા લોકોમાં પણ આનંદ જોવા મળ્યો હતો.આ પ્રસંગે બંને સમાજના લોકોએ પરસ્પર પ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન જોવા મળેલું આ દૃશ્ય સામાજિક એકતા અને કોમી સદભાવનાનું સુંદર ઉદાહરણ બની રહ્યું હતું.સ્થાનિક લોકો દ્વારા પણ મુસ્લિમ સમાજના આ પ્રયાસને આવકારવામાં આવ્યો હતો. વિવિધ સમાજો વચ્ચે પરસ્પર સન્માન અને એકતાની ભાવના જળવાઈ રહે તેવો સંદેશ આ પ્રસંગે જોવા મળ્યો હતો.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે