ખત્રી વિદ્યાલય બોડેલીના આચાર્યશ્રી ઉંમરફારુક ટપલાને છોટાઉદેપુર જિલ્લાના ‘શ્રેષ્ઠ આચાર્ય’નો એવોર્ડ

શાળા પરિવારમાં હર્ષનો માહોલ*ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક તથા વહીવટી કામગીરી કરનાર શિક્ષકો, આચાર્યઓ અને કર્મચારીઓનું દર વર્ષે વિશેષ સન્માન કરવામાં આવે છે. આ ગૌરવશાળી પરંપરા અંતર્ગત વર્ષ ૨૦૨૩માં ‘શ્રેષ્ઠ શાળા’ તરીકે સન્માનિત થયેલ ખત્રી વિદ્યાલયના નામે વધુ એક સ્વર્ણિમ સિદ્ધિ ઉમેરાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી (D.E.O.) ની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા વિવિધ શૈક્ષણિક અને વહીવટી પરિમાણોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે ખત્રી વિદ્યાલયના આદરણીય આચાર્ય ઉંમરફારુક ટપલાની ‘જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય’ તરીકે પસંદગી કરવામાં આવી છે.શિક્ષણ ક્ષેત્રે તેમના કુશળ નેતૃત્વ, સમર્પણ અને ઉત્કૃષ્ટ પ્રદાન બદલ આવનારી ૦૫ સપ્ટેમ્બર (શિક્ષક દિન) ના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશેષ સમારંભમાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવશે. શાળાને શ્રેષ્ઠ બનાવ્યા બાદ આચાર્યશ્રીને મળેલા આ વ્યક્તિગત બહુમાનથી ખત્રી વિદ્યાલય પરિવાર, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીગણમાં હર્ષ અને ગૌરવની લહેર વ્યાપી ગઈ છે. આ તકે શાળા સંચાલક મંડળ અને સમગ્ર શિક્ષક પરિવારે આચાર્યશ્રી ઉંમરફારુક ટપલાને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો