‘દૌડ 2.0’ બનશે છોટાઉદેપુરનો મહાઉત્સવ: મેરેથોન સાથે ગરબા, મ્યુઝિકલ નાઇટ, હેરિટેજ વૉક સહિતના કાર્યક્રમો

છોટાઉદેપુર: સમગ્ર જિલ્લાવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે રમત-ગમત અને જનજાગૃતિનો મહાઉત્સવ ‘દૌડ ૨.૦ – છોટાઉદેપુર મેરેથોન’ તા. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાવા જઈ રહ્યી છે. આ મેરેથોન માત્ર એક દોડ પૂરતી સીમિત ન રહેતાં, સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની એકતા, સ્વસ્થતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવતો એક વિશેષ દૌડ છે.જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદના વિસી ખંડ ખાતે દૌડ ૨.૦ની પત્રકાર પરિષદ યોજાય હતી.પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈનને જણાવ્યું હતું કે, તા.૧૩ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ ‘દૌડ ૨.૦ – છોટાઉદેપુર મેરેથોન’ યોજાશે. આ વર્ષે મેરેથોનમાં દરેક વયના લોકો ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે ૧ કિલોમીટર: કિડ્સ રન,૫ કિલોમીટર: ફન રન,૧૦ કિલોમીટર: ચેલેન્જ,૨૧ કિલોમીટર: હાફ મેરેથોન,૪૨ કિલોમીટર: ફુલ મેરેથોન આમ ખાસ વિવિધ કેટેગરીઓનું આયોજન કરવામાં આવ્યું છે.તેમણે “દૌડ ૨.૦” વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે “દૌડ ૨.૦” માત્ર એક મેરેથોન પૂરતી સીમિત ન રહેતાં એક ભવ્ય ઉત્સવ બની રહેશે. આ ઉજવણીના ભાગરૂપે આવનારા મહિનાઓમાં અનેક આકર્ષક પ્રી-ઇવેન્ટ્સ યોજાશે. છોટાઉદેપુર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ‘ગ્રીન ડ્રાઇવ અને વૃક્ષારોપણ’, તેમજ પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાને જાણવા માટે ‘હેરિટેજ વૉક’ અને ‘નેચર ટ્રેલ’થી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. નાગરિકો અને યુવાનો માટે ‘સાયક્લોથોન’, મહિલા સશક્તિકરણ અને ફિટનેસના સંદેશ સાથે ‘સાડી રન’, સાહસિકો માટે ‘એડવેન્ચર કેમ્પ’ અને વોટર સ્પોર્ટ્સ રમતવીરો માટે ‘કાયકિંગ એક્સપિડિશન’નું આયોજન કરવામાં આવશે. ગુજરાતીઓની પહેલી પસંદ એવા ‘શરદ પૂર્ણિમાના ગરબા’, ‘ગ્રાન્ડ મ્યુઝિકલ નાઇટ’ અને સર્જનાત્મકતા ખીલવવા બાળકો માટે ‘પેઇન્ટિંગ સ્પર્ધા’ યોજાશે. બાળકોના આનંદપ્રમોદ માટે ‘બાલ મેળો’, યુવાનો માટે ‘ફન સ્ટ્રીટ’ અને વડીલો માટે ભક્તિમય ‘ભજન સંધ્યા’ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.સ્વસ્થ જીવનશૈલી, સ્વચ્છતા, હરિયાળી અને એકતાનો સાર્વત્રિક સંદેશ આપતા આ મહાઉત્સવમાં જોડાવવા માટે તમામ નાગરિકો, યુવાનો અને વડીલોને સહભાગી બનવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામા આવી હતી.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો