વડોદરા: રાજ્ય સરકાર દ્વારા એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ શહેરમાં સઘન તપાસ અભિયાન હાથ ધર્યું છે. એનાલોગ પનીર, ચીઝ અને બટરનું વેચાણ અથવા ઉપયોગ થતો હોવાની શંકાના આધારે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા પાલિકાની ટીમે શહેરના 14 ફૂડ બિઝનેસ યુનિટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અંદાજે 362 કિલો એનાલોગ પનીર મળી આવ્યું હતું. ટીમે જથ્થો જપ્ત કરીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.અધિકારીઓએ વેપારીઓને પ્રતિબંધિત ડેરી એનાલોગ પ્રોડક્ટ્સનું વેચાણ કે ઉપયોગ ન કરવાની કડક ચેતવણી આપી છે. ફૂડ સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે તપાસ અભિયાન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ડેરી ઉત્પાદનોના વેપારીઓની સતત તપાસ કરવામાં આવી રહી છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે