ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ (એનાલોગ પનીર, ચીઝ અને બટર)ના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. પ્રતિબંધ અમલમાં આવતા જ ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી વિભાગે રેસ્ટોરન્ટ, હોટલ અને ફૂડ બિઝનેસ એકમોમાં સઘન તપાસ શરૂ કરી છે. ફૂડ સેફ્ટી અધિકારીઓ વિવિધ એકમોમાં તપાસ કરીને ખાતરી કરી રહ્યા છે કે પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અથવા અન્ય કૃત્રિમ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને પ્રતિબંધિત ઉત્પાદનોનો ઉપયોગ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સમાં કુદરતી દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ અને અન્ય પ્રોસેસ્ડ સામગ્રીનો ઉપયોગ થતો હોય છે. આવા ઉત્પાદનો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે અને લાંબા ગાળે આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. તેથી ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદનો સામે આ કડક પગલું લેવામાં આવ્યું છે. પ્રતિબંધનો ભંગ કરનાર વેપારીઓ, ઉત્પાદકો અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે