ગાંધીનગર, 5 ઑગસ્ટ: વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રમતગમત અને યુવા વિકાસને નવી દિશા મળી છે.તેમણે જણાવ્યું કે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ દ્વારા ફિટનેસને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. સાથે જ ‘નશા મુક્ત ભારત અભિયાન’ દ્વારા યુવાનોને વ્યસનમુક્ત બનાવી સ્વસ્થ, જાગૃત અને સશક્ત યુવા શક્તિના નિર્માણને નવી ગતિ મળી છે.ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રમતગમત ક્ષેત્રના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે દેશમાં આધુનિક રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થયું છે અને ખેલાડીઓને વિશ્વસ્તરીય તાલીમ, સુવિધાઓ તેમજ પ્રોત્સાહન મળી રહ્યું છે. જેના કારણે ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વિવિધ સ્તરે જરૂરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર વિશ્વસ્તરીય રમતગમત માળખાને વધુ મજબૂત બનાવવા અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓના સફળ આયોજન માટે સજ્જ કરવા આયોજનબદ્ધ રીતે કામગીરી કરી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું કે રમતગમત ક્ષેત્રમાં ભારત અને ગુજરાતના યુવા ખેલાડીઓને વધુ સારી તકો, આધુનિક સુવિધાઓ અને પ્રોત્સાહન મળી રહે તે માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર સંયુક્ત પ્રયાસો કરી રહી છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધારતા રહે, તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે