અમદાવાદ :આજે સમગ્ર દેશમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાના પર્વ એવા રક્ષાબંધનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં ભાઈઓની કાંડે બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ત્યારે અમદાવાદમાં પણ રક્ષાબંધનના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં મહિલા પોલીસકર્મીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ પોલીસની **‘શી ટીમ’**માં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓએ પોલીસ કમિશનરને રાખડી બાંધી હતી.પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી જોવા મળી હતી. મહિલા પોલીસકર્મીઓએ પોલીસ કમિશનરના કાંડે રાખડી બાંધીને ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું મહત્વ ઉજાગર કર્યું હતું.રક્ષાબંધનના આ અવસરે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મહિલા પોલીસકર્મીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેમને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તેમણે ગુજરાતના તમામ નાગરિકોને પણ રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે