અમદાવાદ : બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બાઇકસવાર બે યુવકોના ઘટનાસ્થળે મોત

અમદાવાદ : બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બાઇકસવાર બે યુવકોના ઘટનાસ્થળે મોતઅમદાવાદ જિલ્લાના બગોદરા-વટામણ હાઇવે પર આજે, પહેલી સપ્ટેમ્બરના રોજ, ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અરણેજ ગામ નજીક આઇસર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.મળતી માહિતી અનુસાર, બંને યુવકો બાઇક પર વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અરણેજ ગામ નજીક આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંનેએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.અકસ્માતની જાણ થતાં જ બગોદરા 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ કોઠ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને યુવકોના મૃતદેહોને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.હાલ બંને મૃતક યુવકોની ઓળખ અને તેમના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો