જામનગરમાં જુગારના અડ્ડાઓ પર પોલીસની તવાઈ: ત્રણ સ્થળે દરોડા, 5 મહિલા સહિત 17 જુગારીઓ ઝડપાયા

જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના સાધના કોલોની, ગોકુલનગર તેમજ જિલ્લાના ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં પાડવામાં આવેલા ત્રણ અલગ-અલગ દરોડામાં 5 મહિલા સહિત કુલ 17 જુગારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જુગાર રમવા માટે વપરાતી સામગ્રી સાથે રૂ. 78,360ની રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રથમ કાર્યવાહીમાં સાધના કોલોની વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ગોકુલનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા ‘તીન પત્તી’ના જુગારધામ પર દરોડો પાડી 5 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને પણ પોલીસે ઝડપી લીધા હતા. આ ત્રણેય દરોડાની કાર્યવાહીમાં પોલીસે રોકડ રકમ, ગંજીપત્તા સહિત જુગારમાં વપરાતો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના આકસ્મિક દરોડાઓથી જામનગર શહેર અને જિલ્લામાં જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો