સુરત: કીમ નદીના પૂરે ખેડૂતોને ભારે ફટકો, ઊભા પાક અને પરવરના માંડવા પાણીમાં તણાયા

સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કીમ નદીમાં આવેલા પૂરના કારણે કાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચી છે. પૂરના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને રણકપોર ગામ સહિત અનેક વિસ્તારોમાં શાકભાજી, કેળા અને શેરડીના પાક પાણીમાં નાશ પામ્યા છે.પૂરના કારણે ખેડૂતો દ્વારા ખેતરોમાં તૈયાર કરાયેલા પરવરના આખા માંડવા પણ પાણીમાં તણાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. મહેનતથી તૈયાર કરેલો પાક આંખો સામે પાણીમાં વહી જતાં ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.માંગરોળ તાલુકાના અનેક કાંઠાના ગામોમાં કીમ નદીના પૂરે ખેતીને સૌથી વધુ અસર પહોંચાડી છે. પાક બરબાદ થતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.નુકસાનનો ભોગ બનેલા ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક નુકશાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો