જામનગરમાં પૂરઝડપે બાઇક હંકારતા અકસ્માત: સ્પ્લેન્ડરની ટક્કરે એક્સેસચાલકનું મોત, યુવક સામે ગુનો

જામનગરમાં પૂરઝડપે અને બેદરકારીપૂર્વક મોટરસાયકલ હંકારવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પટેલ કોલોની શેરી નં. 6માં ખાદિમની દુકાન પાસે એ-વન ફ્લાવરની સામે વળાંક લેતી વખતે સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલકે એક્સેસને ટક્કર મારતાં 50 વર્ષીય એક્સેસચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં અકસ્માતનો બનાવ કરુણ અંતે પહોંચ્યો હતો.મળતી માહિતી મુજબ, મૃતક પ્રવિણસિંહ ધીરૂભા જાડેજા (ઉં.વ. 50) એક્સેસ મોટરસાયકલ લઈને પટેલ કોલોની શેરી નં. 6 તરફથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ફૈઝાન મહમદહુશેન જામ સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-10-EF-9522 પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને આવી રહ્યો હતો.ફરિયાદ મુજબ, વળાંક લેતી વખતે ફૈઝાનની સ્પ્લેન્ડર મોટરસાયકલ પ્રવિણસિંહની એક્સેસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં પ્રવિણસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ છોલછાલની ઇજાઓ પહોંચી હતી.અકસ્મતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રવિણસિંહને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.અકસ્માન બાદ સ્થળ પર હાજર ફૈઝાન મહમદહુશેને મૃતકના પુત્ર મહીપાલસિંહ જાડેજાને જણાવ્યું હતું કે, પોતે સ્પ્લેન્ડર ચલાવતી વખતે પ્રવિણસિંહની એક્સેસને ટક્કર વાગી હતી.આ સમગ્ર મામલે મૃતકના પુત્ર મહીપાલસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ફૈઝાન મહમદહુશેન જામ સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો