વડોદરામાં પોલીસને ધક્કો મારી દુષ્કર્મનો આરોપી ફરાર

વડોદરા: દુષ્કર્મના ગુનામાં ઝડપાયેલા એક આરોપીએ વડોદરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા બાદ પોલીસને ધક્કો મારીને ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

માહિતી મુજબ, આરોપીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન તકનો લાભ લઈ તેણે ફરજ પર રહેલા પોલીસકર્મીને ધક્કો મારી દોડ લગાવી હતી. આરોપી અંદાજે 25 સેકન્ડમાં હોસ્પિટલ પરિસરમાંથી બહાર નીકળી ગયો હોવાનું CCTV ફૂટેજમાં સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આરોપીને શોધવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. સંભવિત વિસ્તારોમાં ડ્રોનની મદદથી પણ શોધખોળ કરવામાં આવી રહી છે તેમજ CCTV ફૂટેજના આધારે આરોપીની હિલચાલ ટ્રેસ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે આ ઘટના બાદ પોલીસ અધિકારીઓએ આરોપીને ઝડપવા માટે તમામ સંભવિત સ્થળોએ તપાસ તેજ કરી હોવાનું જણાવ્યું છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો